29, જુલાઈ 2025
મુંબઈ |
4356 |
છાવા પછી વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટાર ફિલ્મ સૈયારા હાલમાં બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે. અહાન પાંડે અને અનીત પડ્ડા એક એવા ડ્રીમ ડેબ્યૂના સાક્ષી બની રહ્યા છે જેની કલ્પના દિગ્દર્શક મોહિત સૂરી કે પ્રોડક્શન હાઉસ YRFએ પણ કરી નહી હોંય. આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કરીને તમામને ચોંકાવી દીધા છે. બીજા વીકેન્ડ પર પણ આ ફિલ્મે મોટી કમાણી કરી છે.
'સૈયારા'ના રિલીઝ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મને દર્શકોનો આટલો બધો પ્રતિસાદ મળશે. આ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામાએ લોકો પર એવો જાદુ કરી દીધો છે કે તેનો ક્રેઝ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. વીકેન્ડ પર તો તેના શો સવારથી રાત સુધી હાઉસફુલ જઈ રહ્યા છે. આ સાથે જ તેનું કલેક્શન પણ ખૂબ વધી રહ્યું છે. આ ફિલ્મ વિકી કૌશલની 'છાવા' પછી વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
અહાન પાંડે સ્ટારર ફિલ્મે રિલીઝના પ્રથમ અઠવાડિયે 172.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.સૈયારા'એ રિલીઝના 11મા દિવસે એટલે બીજા સોમવારે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે. જોકે, તેની કમાણી 250 કરોડને વટાવી ગઈ છે. આ સાથે જ તે હવે વર્ષની સૌથી મોટી ફિલ્મ 'છાવા' ના 615.39 કરોડનો રેકોર્ડ નજીક પહોંચી ગઈ છે. જોકે, 'છાવા'ના આ મોટા કલેક્શનનો રેકોર્ડ તોડવા માટે 'સૈયારા' ને 350 કરોડનો કલેક્શન કરવાની જરૂર પડશે. જે સરળ નથી.