30, જુલાઈ 2025
જમ્મુ |
3267 |
દુર્ઘટનામાં ડૂબી ગયેલા ITBPના જવાનોની શોધખોળ ચાલુ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોને લઈને જઈ રહેલી એક બસ કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સિંધ નદીમાં બચાવ કામગીરી હાથ ધરી છે. આ દૂર્ધટનામાં ITBPના નવ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
ગાંદરબલમાં થયેલા આ બસ અકસ્માતની જાણકારી એસડીઆરએફ દ્વારા આપવામાં આવી હતી. અત્યારસુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ આવ્યા નથી. દુર્ઘટનામાં ડૂબી ગયેલા ITBPના જવાનોની શોધખોળ થઈ રહી છે. બસમાં કેટલા જવાન સવાર હતાં તેની હજી કોઈ માહિતી મળી નથી.