28, જુલાઈ 2025
વડોદરા |
4257 |
ભરુચમાં નવી એક સુવિધા
ભરુચ જિલ્લામાં હવે એક નવી સુવિધા ઉભી થઇ છે.ભરૂચ અને અંકલેશ્વરમાં નેશનલ હાઇવેને અડીને અમરતપુરા ગામ પાસે હવાઇપટ્ટીનું પહેલાં તબકકાનું કામ પૂર્ણ થયું છે. અહીં 90 કરોડના ખર્ચે 2135 X 45 મીટર લાંબો રનવે બનીને તૈયાર થઇ ગયો છે. આ હવાઇપટ્ટી રાજયમાં પાંચમા ક્રમની સૌથી લાંબી હવાઇપટ્ટી છે.આગામી દિવસોમાં એર ટ્રાફિક કંટ્રોલ સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે. પ્રથમ ચરણમાં આ હવાઇ પટ્ટી પર નાના પેસેન્જર અને કાર્ગો વિમાનો અવાગમન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અંકલેશ્વરના ઉદ્યોગકાર મહેશ પટેલે જણાવ્યું કે, ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લાના વિકાસને ઉંચાઇએ હાલમાં 2500 વસ્તીવાળા ગામના લોકોને લઇ જતો રન વે તૈયાર થઇ ગયો છે.