31, જુલાઈ 2025
મુંબઈ |
2772 |
KKR સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હવે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયા
ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હવે IPL-2026ની સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયા છે. ભરત અરુણે ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવું એ સન્માનની વાત છે, એક ફ્રેન્ચાઇઝી જે દરેક સ્તરે વ્યાવસાયિકતા, મહત્વાકાંક્ષા અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. મારી ડૉ. સંજીવ ગોએન્કા અને મેનેજમેન્ટ સાથે સારી વાતચીત થઈ.
ભરત અરુણનો કોચિંગનો બહોળો અનુભવ છે, જેમાં તેમણે ભારતીય ટીમ અને કોલકાતા સાથે સફળતા મેળવી છે. હવે, તેઓ લખનઉના યુવા અને પ્રતિભાશાળી ઝડપી બોલરોને વિકસાવવામાં અને તેમને માર્ગદર્શન આપવામાં મદદ કરશે. તેઓ લખનઉના કોચિંગ સ્ટાફમાં હેડ કોચ જસ્ટિન લેંગર અને મેન્ટર ઝહીર ખાન સાથે જોડાશે. ભરત અરુણ 2022 સીઝન પહેલા કોલકાતામાં જોડાયા હતા. તેમણે કોલકાતાને IPL-2024માં ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તેમણે ભારતીય ટીમ સાથે તેમનો પહેલો કાર્યકાળ 2014થી 2015 અને બીજો કાર્યકાળ 2017થી 2021 T20 વર્લ્ડ કપ સુધીનો હતો, જ્યાં તેમણે ભારતીય ટીમમાં ઝડપી બોલિંગ વિભાગમાં મોટી ભૂમિકા ભજવી હતી.