ચીનની મેગલેવ અજાયબી, 600 કિ.મી.ની ઝડપે રેલવે પ્રવાસ થશે
19, જુલાઈ 2025 બેઈજિંગ   |   2475   |  

ફ્લાઈટથી ફાસ્ટ, બેઈજિંગથી શાંઘાઈ 150 મિનિટમાં ,- મેગલેવ ટેકનોલોજીમાં ટ્રેન ટ્રેકથી અધ્ધર ચાલતી હોવાથી ઘર્ષણ થતું નથી

મેગલેવ ટ્રેનની પ્રથમ ચકાસણી 2023માં થઈ હતી, 2025ના અંત સુધી ટ્રેક તૈયાર થવાની અપેક્ષા

ચીન પ્રતિ કલાક ૬૦૦ કિ.મી. સુધીની ગતિ માટે સક્ષમ નવીનતમ ચુંબકીય લેવિટેશન એટલે મેગલેવ ટેકનોલોજીથી રેલ્વે મુસાફરીમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ૧૭માં મોડર્ન રેલવે પ્રદર્શન ખાતે ખુલ્લી મુકાયેલી આ સુપરફાસ્ટ ટ્રેન માત્ર સાત સેકન્ડમાં શૂન્યથી ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે, જેનાથી હાલ બેઈજિંગથી શાંઘાઈની સાડાપાંચ કલાકની મુસાફરી માત્ર અઢી કલાકમાં થઈ શકે. આ ઝડપ કોઈપણ કમર્શિયલ ફ્લાઈટ કરતા વધુ છે. ઉપરાંત આ ટ્રેન ડ્રાઈવર રહિત હશે.

મેગલેવ ટેકનોલોજીમાં ટ્રેનને ટ્રેકથી ઊંચે લાવવા વિરોધી ચૂંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે જેના પરિણામે ટ્રેન અને ટ્રેક વચ્ચે કોઈ ઘર્ષણ થતું નથી.જેથી પરંપરાગત રેલવે પદ્ધતિની સરખામણીએ અવાજ રહીત, સરળ અને ઝડપી ગતિ મળે છે. હુબેઈ પ્રાંતમાં ડોન્ઘુ લેબોરેટરી ખાતે જૂન મહિનામાં થયેલી ટ્રાયલમાં ૧.૧ ટન મેગલેવ પ્રોટોટાઈપે ૧,૯૬૮ ફીટના ટ્રેક પર સાત સેકન્ડથી ઓછા સમયમાં ૬૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. નોંધનીય છે કે અગાઉ ૨૦૨૩માં વેક્યુમ ટયુબમાં થયેલી ચકાસણી મેગલેવ ટ્રેને પેસેન્જર જેટ સમાન ૬૨૦ કિલોમીટરની ઝડપ હાંસલ કરી હતી .

આ પ્રગતિઓ ઉચ્ચ-તાપમાનના સુપરકન્ડક્ટિંગ લેવિટેશન દ્વારા શક્ય બનાવવામાં આવી છે, જે લગભગ ઘર્ષણ વિનાની અને અવાજરહિત મુસાફરી સંભવ બનાવે છે. ડોન્ઘુ લેબોરેટરીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ૨૦૨૫ ના અંત સુધીમાં સંપૂર્ણ હાઈ-સ્પીડ ટ્રેક પૂર્ણ થવાની અપેક્ષા હોવાથી આ ટેકનોલોજીની ક્ષમતા અપાર છે. શરૂઆતમાં આ ટ્રેનો માત્ર મોટા શહેરો વચ્ચે જ દોડાવવામાં આવશે.

નમાં પ્રથમ મેગલેવ લાઈન ૨૦૦૩માં શરૂ થઈ હતી. આ લાઈન શાંઘાઈ પુડોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શહેર સાથે જોડતી હતી. એનું નિર્માણ જર્મનીએ કર્યું હતું. ચીને ૨૦૧૬માં ચાંગ્શામાં પોતાની પ્રથમ ઘરેલુ લાઈન શરૂ કરી. બેઈજિંગે ૨૦૧૭માં એક મેગલેવ લાઈન શરૂ કરી. જો એ આ બંને લાઈનો ઓછી સ્પીડની ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution