અમેરિકા જવાનો ક્રેઝ ઓસર્યો, ભારતીય વિદ્યાર્થીઓમાં 80 ટકાનો ઘટાડો
19, જુલાઈ 2025 વોશીંગટન   |   2574   |  

ગયા વર્ષે 3.3 લાખ ભારતીય સ્ટુન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા

અમેરિકા સહિત વિશ્વના વિવિધ દેશોમાં કુલ 11.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

અમેરિકા આ વખતે ભારતીય સ્ટુડન્ટ વિઝામાં 70થી 80 ટકાનો ધરખમ ઘટાડો થાય તેમ મનાઈ રહ્યું છે. તેનું કારણ ટ્રમ્પની નીતિઓ હોવાનું મનાય છે. અમેરિકામાં ગયા વર્ષે પહેલી વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાઇનીઝ વિદ્યાર્થીઓને વટાવી ગઈ 3.3 લાખ જેટલી થઈ હતી. હાલમાં અમેરિકા સહિત વિશ્વના જુદાં-જુદાં દેશોમાં કુલ 11.6 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી ભણી રહ્યા છે.

ભારતના એક એજ્યુકેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે હાલમાં તો અમેરિકા જતાં ભારતીય સ્ટુડન્ટ્સના ટ્રાફિકમાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ સ્થગિત કરી દેવામાં આવતા અને વિઝા રિજેકશન રેટમાં નોંધપાત્ર ઉછાળો નોંધાતા આ સ્થિતિ સર્જાઈ છે.

સામાન્ય રીતે તો દર વર્ષે આ સમયે મોટાભાગના વિઝા મેળવનારા સ્ટુડન્ટ્સ તેમની વિઝા માટેની તૈયારી કરતાં હોય છે. તેનાથી વિપરીત અમે આ વર્ષે તો અત્યારે દરરોજે પોર્ટલ સતત તે આશાએ અપડેટ કરી રહ્યા છે કે સ્લોટ ખૂલે. હજી સુધી સ્લોટ ખૂલ્યા નથી. આ વર્ષ અમેરિકાનો સ્ટુડન્ટ વિઝા મેળવવા ઇચ્છુકો માટેનું સૌથી ખરાબ વર્ષ છે.

અમેરિકન સત્તાવાળાઓએ વચન આપ્યું હતું કે વિઝા સ્લોટ્સ તબક્કાવાર ધોરણે ખુલ્લા મૂકાશે. જો કે તેમા પણ ઘણી બધી વિસંગતતાના લીધે વિદ્યાર્થીઓ ચિંતિત છે. આ સિવાય જે વિદ્યાર્થીઓે સ્લોટ બૂક કરી દીધા હોય તેમને કન્ફર્મેશન મળતું નથી.

આવી જ એક ફોરન એજ્યુકેશન કન્સલ્ટન્સીના કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે કન્ફર્મ બૂકિંગ વગર સ્લોટ ઓપન કરવા પાછળનું તર્કબદ્ધ કારણ આપવામાં આવે તે જરૂરી છે. આજે તેના લીધે કેટાલય વિદ્યાર્થી બીજા દેશોમાં તેમનો વિકલ્પ ચકાસી રહ્યા છે.

યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 214(બી) વિઝા ઇન્કાર માટેની સર્વસામાન્ય જોગવાઈ તરીકે ઉભરી આવી છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે આ જોગવાઈ જાણે કે એક મુખ્ય અવરોધ બની છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution