પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ શક્તિ-પ્રદર્શન કરશે
22, જુલાઈ 2025 બાડમેર   |   2574   |  

જમીન અને હવાઈ લક્ષ્યો સહિત વિવિધ યુદ્ધ પરિસ્થિતિઓ તેમજ રાત્રિ ઓપરેશનનો પણ સમાવેશ

ઇન્ડિયન એર ફોર્સ 23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસીય કવાયત કરશે. ઇન્ડિયન એર ફોર્સ રાજસ્થાનના બાડમેર અને જોધપુર સેક્ટર વચ્ચે આ કવાયત કરશે. આ વિસ્તાર પાકિસ્તાની સરહદની નજીક છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હવાઈ સંઘર્ષ દરમિયાન મોટાભાગના પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો આ વિસ્તારમાં જ આવ્યા હતા. જોકે, ઇન્ડિયન એર ફોર્સે તેમને તોડી પાડ્યા હતા. એર ફોર્સેની કવાયતને ધ્યાનમાં રાખીને, આ વિસ્તાર માટે એક NOTAM જારી કરવામાં આવ્યું છે એટલે કે એરસ્પેસ ખાલી કરવા જણાવ્યું છે.

ભારતીય વાયુસેનાના આ કવાયતમાં રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેવા ફ્રન્ટલાઈન ફાઇટર એરક્રાફ્ટ તેમજ અન્ય એરક્રાફ્ટનો સમાવેશ થશે. ભારતીય વાયુસેના રાફેલ અને મિરાજ 2000 સાથે મુખ્ય સરહદી કવાયતો કરશે. આ કવાયતને પૂર્વ-આયોજિત, નિયમિત તાલીમ કવાયત તરીકે વર્ણવવામાં આવી રહી છે. તે જમીન અને હવાઈ લક્ષ્યો સહિત વિવિધ યુદ્ધ પરિસ્થિતિઓ તેમજ રાત્રિ ઓપરેશનનો પણ સમાવેશ થશે.

NOTAM જારી થયા પછી, કોઈપણ પેસેન્જર વિમાનને સંબંધિત એરસ્પેસમાં ઉડવાની મંજૂરી નથી. જેથી વાયુસેનાના વિમાનો મુક્તપણે ઉડી શકે છે. મિસાઇલ અને ડ્રોન પણ સરળતાથી ઉડી શકે છે અને કોઈપણ પ્રકારના અકસ્માતનું જોખમ રહેતું નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution