22, જુલાઈ 2025
મુંબઈ |
2574 |
બોલિવૂડના આ ખાનની છે નજર, આમિર દર્શાવશે સોનમ-રાજાની કહાણી?
બોલિવૂડના પ્રોડ્યુસર અને એક્ટર આમિર ખાનને હાલમાં જ ફિલ્મ સિતારે જમીન પરની સફળતા મળી છે. ત્યારે હવે એવી અટકળો ચાલી રહી છે કે, આમિર આગળ એક હાઇ-પ્રોફાઇલ કેસ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે. આ એવો કેસે છેલ્લા ઘણાં દિવસથી લોકોના મનમાં લગ્નને લઈને મૂંઝવણની સ્થિતિ પેદા કરી દીધી છે. આ કેસ મેઘાલય હનીમૂન મર્ડર કેસ છે. જ્યાં નવપરિણિતસોનમ પર પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યાનો આરોપ લગાવ્યો. આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આમિર ખાન આ કેસના સમાચારને ખૂબ જ નજીકથી ફોલો કરે છે અને પોતાના મિત્રો સાથે તેની વિગતોની ચર્ચા પણ કરે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'તેમના પ્રોડક્શન હાઉસની તરફથી આ મુદ્દે કંઇક કામ થઈ શકે છે. જોકે, આમિર અથવા તેમની કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં નથી
જો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પર્સનલ ચોઇસની તો તેમણે હંમેશા એવી કહાણીઓ પસંદ કરે છે, જે સમાજ માટે જરૂરી મુદ્દો ઉઠાવે છે. જેમ કે, 'તારે જમીન પર' અને દંગલ. જો મેઘાલય મર્ડર કેસ પર ફિલ્મ બને છે, તો આ આમિર માટે એક નવી દિશા હશે, જે થ્રિલર અથવા ક્રાઇમ ડ્રામાની તરફ વળે છે. માનવામાં આવી રહ્યું છે કે, શંા આમિર હવે કદાચ એક નવા જૉનરમાં કામ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે.
આ દરમિયાન આમિર પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' પર પણ કામ કરવાની વાત કરી ચુક્યા છે. તે મહાભારત પર સિરીઝ બનાવવાના પ્લાનિંગમાં છે, જેના પર કામ શરૂ થઈ ચુક્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે સતત એવી કહાણીઓ તપાસમાં છે, જે ડ્રામા, રિયલિઝ્મ અને રસપ્રદ કલ્ચરનો મેળ રાખે છે. હાલ તો આમિર ખાને આ મામલે સત્તાવાર જાહેરાત નથી કરી.