અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ: લોકોને હાલાકી
22, જુલાઈ 2025 અમદાવાદ   |   2475   |  

પોલીસ દ્વારા કથીત ખોટી હેરાનગતિનો આક્ષેપ,મધરાતથી હડતાળ

અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે, ઓટોરિક્ષા યુનિયને રાત્રે 12 વાગ્યાથી હડતાળની શરૂ કરી છે. આંદોલનના ભાગરૂપે અમદાવાદની રિક્ષાઓના પૈડા થંભી ગયા છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રિક્ષા ચાલકોના આંદોલનના કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, આંદોલનના પગલે રિક્ષાચાલકો પેસેન્જર ભરેલી અન્ય રિક્ષાઓના ખાલી કરાવી રહ્યા છે અને જબરદસ્તી આંદોલનમાં ભાગ લેવાનું કહી રહ્યા છે. આ સાથે જ રિક્ષા ચાલક યુનિયનનું કહેવું છે કે, જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો, અમદાવાદના રસ્તાઓ પરથી રિક્ષાના પૈડા થંભી જશે.

રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને 'ટાર્ગેટ' પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.

યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution