16, જુલાઈ 2025
વોશિંગ્ટન ડીસી |
2475 |
ઇન્ડોનેશિયા પર 19% ટેરિફ લાદવામાં આવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારતીય બજારમાં પ્રવેશ મેળવવા માટે એક સોદા પર કામગીરી કરી રહ્યું છે. આ ઉપરાંત તેમણે ઇન્ડોનેશિયા સાથે એક નવા વેપાર કરારની જાહેરાત કરી. આ અંતર્ગત, અમેરિકામાં ઇન્ડોનેશિયાથી આવતા માલ સામાન પર 19% ટેરિફ લાદશે.
ટ્રમ્પે ભારત વિશે કહ્યું- આપણે ભારતીય બજારમાં પ્રવેશ મેળવવા જઈ રહ્યા છીએ. પહેલા આપણને આ દેશોમાં પ્રવેશ નહોતો. આપણા લોકો ત્યાં વ્યવસાય કરી શકતા નહોતા. હવે આપણને ટેરિફ દ્વારા પ્રવેશ મળી રહ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે વાત કર્યા બાદ એક વેપાર કરાર થયો છે. આ કરાર હેઠળ ઇન્ડોનેશિયા અમેરિકન આયાત પર કોઈ ટેરિફ લાદશે નહીં, જ્યારે અમેરિકા ઇન્ડોનેશિયાની નિકાસ પર 19% ટેરિફ લાદશે.
ટ્રમ્પે એમપણ કહ્યું કે અમે ઇન્ડોનેશિયા સાથે એક કરાર કર્યો છે. મેં તેમના મજબૂત રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. હવે અમને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશ મળશે. અમે કોઈ ટેરિફ ચૂકવીશું નહીં.
તેમણે વધુમાં કહ્યું- ઇન્ડોનેશિયા અમને તેના બજારમાં પ્રવેશ આપી રહ્યું છે, જે પહેલાં ક્યારેય નહોતું. આ કરારનો સૌથી મોટો ભાગ છે. બદલામાં તેઓ 19% ટેરિફ ચૂકવશે અને અમે કંઈ ચૂકવીશું નહીં. આ બંને પક્ષો માટે સારો સોદો છે.