દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
12, જુલાઈ 2025 નવી દિલ્હી   |   2475   |  

6 લોકોને કાટમાળ માંથી સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યાં

નોર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જનતા મજૂર કોલોનીમાં આજે વહેલી સવારે 7 વાગ્યે એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઇ હતી. દુર્ઘટના સમયે ઈમારતમાં ઘણાં લોકો હાજર હતા જેમાંથી 12 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો એ રેક્યું ઓપરેશન હાથ ધરીને 6 લોકોને સુરક્ષિત કાટમાળ માંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે 5 થી 6 લોકો હજુ પણ દટાયેલા હોવાની જાણકારી છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. જોકે આ વિસ્તાર અત્યંત ગીચ વસતી અને સાંકડી શેરીઓ વાળું છે એટલા માટે રેસ્ક્યૂમાં મુશ્કેલી થઇ રહી છે.

ઘટનાસ્થળે ફાયર ફાઈટર્સની 7 ગાડીઓ પહોંચી હતી અને સ્થાનિક પોલીસ તથા રાહત બચાવ ટુકડી સાથે મળીને કાટમાળ હટાવવા પ્રયાસ કરી રહી છે. હાલ દુર્ઘટનાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી પરંતુ એવું કહેવાય છે કે આ ઈમારત જર્જરિત થઇ ચૂકી છે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનિય છે કે, જૂની દિલ્હીના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની બિલ્ડીંગો આવેલી છે. ઉપરાંત સાંકડી ગલીઓના કારણે અનેક વખત બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલી ઉભી થતી હોય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution