11, જુલાઈ 2025
શિરડી |
3762 |
શિરડી સાંઈ બાબા મંદિરમાં ભક્તે 59 લાખ રૃપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો
ગુરૃ પૂર્ણિમાંના દિવસે હજારો ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા
શિરડી સાંઈબાબાના મંદિરે ગુરૃ પૂર્ણીમાંના દિવસે હજારો ભક્તોએ સાંઈબાબાના દર્શન કર્યા હતા.દુરૃ પૂર્ણિમાં નિમિત્તે એક અજાણ્યા ભક્તએ 59 લાખ રૃપિયાનો સોનાનો મુંગટ બાબાને અર્પણ કર્યો હતો. ગુરૃ પૂર્ણિમાં પર્વે મંદિરમાં દર્શન માટે પાંચ કલાક સુધી લાંબી કતારો લાગી હતી. દર વર્ષે દેશભરમાંથી હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. અને ભક્તો દ્વારા મંદિરમાં મોટી સંખ્યામાં દાન આપવામાં આવે છે.
જોકે, ગુરૃ પૂર્ણિમાં પર્વે ભક્તએ સાંઈબાબાને 566 ગ્રામના રૃ.59 લાખના સોનાનો મુગટ અને 54 ગ્રામના સોનાના ફૂલો અને 2 કિલો વજનનો ચાંદીનો હાર સામેલ હતો. ભક્તે ધરેણાંની ભેટ કરતી વખતે પોતાનું નામ જાહેર કર્યું ન હતુ. આ દાન અંગે સાંઈ ટ્રસ્ટ શિરડીના ગોરક્ષ ગાડીલકરે જણાવ્યું હતુ કે, આ માત્ર નાણાંની દ્રષ્ટ્રિએ મૂલ્યવાન દાન નથી પરંતુ ભક્તિ અને આદરનું પ્રતિક પણ છે.