12, જુલાઈ 2025
નવી દિલ્હી |
2475 |
2026ના પ્રારંભથી 50 સીસીથી ઉપરના તમામ ટુ-વ્હીલરમાં ABS ફરજિયાત બનશે
જો આ ફેરફાર લાગુ થશે તો ટુ-વ્હીલર કંપનીઓએ રૂ.૭,૩૦૦ કરોડ વધુ ખર્ચ કરવા પડશે
માર્ગ પરિવહન અને માર્ગ મંત્રાલયે ટુ-વ્હીલર કંપનીઓની વિનંતીને ફગાવી દીધી છે જેમાં આ કંપનીઓએ તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો વિરોધ કરી તેને ફરજિયાત ન બનાવવાની માંગ કરવામાં આવી હતી, ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ૫૦ સીસીથી વધુ અથવા ૫૦ કિમી પ્રતિ કલાકથી વધુ ગતિ ધરાવતા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ઇન્સ્ટોલમેન્ટ ફરજિયાત છે.
જો આ ફેરફાર લાગુ કરવામાં આવે તો ટુ-વ્હીલર કંપનીઓએ તેમના વાહનોને સુરક્ષિત બનાવવા માટે વાર્ષિક લગભગ ૭,૩૦૦ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. ૧૨૫ સીસીથી ઓછી ક્ષમતા ધરાવતા તમામ ટુ-વ્હીલર અને ૧૧ kWhથી ઓછી ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રિક વાહનોમાં ABS ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
અગાઉ, ABS ફક્ત ૧૨૫ ccથી વધુ ક્ષમતાવાળા ટુ-વ્હીલર અને ૧૧ kWhથી વધુ ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક વાહનો માટે ફરજિયાત હતું. જો આ નિયમ અમલમાં આવશે, તો ૧૨૫ ccથી ઓછી ક્ષમતાવાળા ટુ-વ્હીલરના ૭૭ ટકા વેચાણને અસર થશે.
કંપનીઓનું કહેવું છે કે આનાથી તેમના પર પ્રતિ વાહન ૩,૫૦૦-૬,૦૦૦ રૂપિયાનો વધારાનો બોજ પડશે જેનાથી વાહનોની કિંમત વધે તેવી શક્યતાં છે.
મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં ૨૩ જૂને માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. પરંતુ કંપનીઓએ ફરિયાદ કરી હતી કે આનાથી ટુ-વ્હીલર વાહનોના ભાવમાં ભારે વધારો થશે,