11, જુલાઈ 2025
વડોદરા |
3366 |
મ્યુનિ. કમિશનરે ફતેગંજ સહિત કેટલાક બ્રિજીસની મુલાકાત લીઘી
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહિસાગર નદી પરના ગંભીરા પુલ તૂટી પડવાની ધટના બાદ મ્યુનિ. કમિશનરે ચાર ઝોન સહિત પાંચ ટીમો બનાવીને શહેરના તમામ 41 બ્રિજીસની ફરી ચકાસણી કરીને સેફ્ટી રીપોર્ટ સુપ્રત કરવાની સુચના આપી છે. આજે મ્યુનિ. કમિશનર અને પાલિકાના બ્રિજ પ્રોજેક્ટના અધિકારી સહિત સ્ટાફ દ્વારા ફતેગંજ સહિત કેટલાક બ્રિજીસની મુલાકાત લીધી હતી. અને જરૃરી સુચના આપી હતી.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે ચોમાસા પૂર્વેજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નદી, રેલવે સહિતના 43 ફ્લાય ઓવર, રીવર સહિત નાના મોટા બ્રિજીસનો કન્સલટન્ટ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. હાલ 43 પૈકીના કમાટીબાગ અને જાંબુવા જુનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે 41 ફ્લાય ઓવર બ્રિજ સેફ હોવાનું રીપોર્ટમાં જણાવ્યું છે. જોકે, કેટલાક બ્રિજ પર નાના મોટા સિવિલ વર્કના કરેલા સુચનો મુજબ અગાઉ શાસ્ત્રી બ્રિજ તેમજ હાલમાં કાલાધોડા બ્રિજ ખાતે કામગીરી ચાલી રહી છે.
જોકે, મ્યુનિ. કમિશનરે ફરી સલામતીના ભાગરૃપે તમામ બ્રિજનો સેફ્ટી રીપોર્ટ અંગે સુચના આપી છે. આજે કમિશનરે ફતેગંજ સહિત કેટલાક બ્રિજીસની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતુ કે, ઝોન વાઈઝ બ્રિજીસની તપાસ માટે ડે. કમિશનરને સુચના આપી છે. પાંચ ટીમો દ્વારા તપાસ કરાશે અને ત્રણ દિવસમાં સેફ્ટી રીપોર્ટ આપવા સુચના આપી હોવાનું કહ્યું હતુ.