ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર
14, ઓગ્સ્ટ 2025 ગાંઘીનગર   |   2574   |  

 21ને પ્રસંશીય સેવાનું મેડલ એનાયત કરાશે

સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર,99 કર્મીઓને વિશેષ સેવા માટે તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (આપવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

વિશેષ સેવા માટે ખાસ રેકોર્ડ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે પુરસ્કાર આપવામાં આવે છે.

99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution