શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ
14, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   2673   |  

મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ ફરિયાદ નોંધાવી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ નોંધઈ છે. આર્થિક ગુના શાખા એ ત્રણેય સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે. આ છેતરપિંડીનો કેસ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ ડીલ સાથે સંબંધિત છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે જુહુ પોલીસ સ્ટેશનમાં આ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસ EOWને ટ્રાન્સફર કરાયો છે. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 60 વર્ષીય દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે.

ઉદ્યોગપતિ દીપક કોઠારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, રાજેશ આર્ય નામના વ્યક્તિએ મારો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જે હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6 ટકા શેર ધરાવતા હતા. આરોપીઓએ કથિત રીતે 12% વ્યાજે 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી, પરંતુ બાદમાં તેમને ઊંચા કરવેરાથી બચવા માટે રોકાણ તરીકે પૈસા રોકાણ કરવા માટે સમજાવ્યા. તેને માસિક વળતર અને મૂળ રકમની પણ ખાતરી આપવામાં આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution