09, ઓગ્સ્ટ 2025
વડોદરા |
7227 |
થાપણ અને એકાઉન્ટ ખોલવામાં રાજ્યમાં પ્રથમ સ્થાન
રાજ્યના સહકારી વિભાગની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકની ૭૩મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં વડોદરા જિલ્લાએ બે મુખ્ય ક્ષેત્રોમાં રેકોર્ડબ્રેક કામગીરી કરીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વડોદરા જિલ્લા ખેતી બેંકને મુખ્યમંત્રીના હસ્તે બે જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
સૌથી વધુ સેવિંગ એકાઉન્ટ અને થાપણનો રેકોર્ડ
વડોદરા જિલ્લા ખેતીવાડી બેંકે રાજ્યના તમામ જિલ્લાઓ કરતાં સૌથી વધુ સક્રિય કામગીરી કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બેંકે કુલ ૬,૫૦૦ સેવિંગ એકાઉન્ટ ખોલ્યા છે, જે અન્ય તમામ જિલ્લાઓ કરતાં સૌથી વધુ છે. આ ઉપરાંત, બેંકે સૌથી વધુ ₹૨૬.૫ કરોડની થાપણ એકત્ર કરીને પણ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ સિદ્ધિ બદલ વડોદરા જિલ્લા ખેતી બેંકના ડિરેક્ટર જી.બી. સોલંકીને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે બે વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. બેંક દ્વારા આ પ્રકારની કામગીરી પ્રથમ વખત કરવામાં આવી છે, જેને કારણે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.