08, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2079 |
પાર્કિંગ વિવાદમાં ઝઘડો થયો હતો
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ગુરુવારે મોડી રાત્રે, નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાને મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ આસિફને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે આરોપીઓએ નજીવી બાબતે ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે અગાઉ પણ પાર્કિંગના વિવાદને લઈને મારા પતિ સાથે તેમનો ઝઘડો થયો હતો.