મધ્ય પ્રદેશમાં કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બેના ઘટનાસ્થળે મોત, 9 ઈજાગ્રસ્ત
08, ઓગ્સ્ટ 2025 સિવની   |   2178   |  

યુપીના બનારસથી મહારાષ્ટ્રના અકોલા પરત ફરી રહેલા કાવડિયાઓને ડમ્પરે કચડ્યાં

મધ્ય પ્રદેશના સિવનીમાં એનએચ 44માં ચોરગરઠિયા ગામમાં ગુરૂવારે મોડીરાત્રે 11 વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઉત્તર પ્રદેશના બનારસથી મહારાષ્ટ્રના અકોલા પરત ફરી રહેલા કાવડિયાઓને ડમ્પરે કચડ્યાં હતા, જેમાં ઘટનાસ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા અને 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના 30-35 કાવડિયા બનારસથી પાણી લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન NH 44 પર સેન્ટર પોઇન્ટ હોટલની સામે થયો હતો અકસ્માત સર્જાયો હતો. ગુરૂવારે રાત્રે રાત્રિભોજન કર્યા પછી કાવડિયઓ મહારાષ્ટ્ર તરફ આગળ વધતા હતા. જ્યાં એક પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પરે કાવડિયાઓની પાછળ દોડતા ટ્રેક્ટરને ટક્કર મારી, ડમ્પર સાથે અથડાયા બાદ ટ્રેક્ટર કાવડિયો પર આવીને પડ્યું. જેમાં 2 ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા અને 9 ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત કાવડિયાઓને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં બે લોકોના મોત થયા. 9 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution