દુષ્કર્મના આરોપ હેઠળ પાકિસ્તાની ક્રિકેટર હૈદર અલીની ઈંગ્લેન્ડમાં ધરપકડ
08, ઓગ્સ્ટ 2025 લંડન   |   2178   |  

 PCBએ એક્શન લેતા તેને સસ્પેન્ડ કર્યો

પાકિસ્તાન ક્રિકેટનો યુવા ખેલાડી હૈદર અલી મોટી મુશ્કેલીમાં ફસાયો છે. ઈંગ્લેન્ડમાં તેની કથિત દુષ્કર્મના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ એક્શન લેતા તેને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

જોકે આ મામલે હૈદર અલીને જામીન મળી ગયા છે. ગ્રેટ માન્ચેસ્ટર પોલીસે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે 4 ઓગસ્ટ 2025ના રોજ દુષ્કર્મ મામલે એક ફરિયાદ મળી હતી. જેના પર કાર્યવાહી કરતાં 24 વર્ષીય ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે 23 જુલાઈ 2025ના રોજ તેણે માનચેસ્ટરમાં એક મહિલા પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે હાલ પૂછપરછ બાદ તેને જામીન આપી દેવામાં આવ્યા છે. પીડિતાને પોલીસ સહાય કરી રહી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી હૈદર અલીને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે. પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, 'પીસીબી યુનાઇટેડ કિંગડમની કાનૂની પ્રક્રિયાઓ અને પ્રક્રિયાઓનું સંપૂર્ણ સન્માન કરે છે તેથી, ચાલુ તપાસના પરિણામ સુધી તાત્કાલિક અસરથી હૈદર અલીને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.'


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution