08, ઓગ્સ્ટ 2025
સેન્ટ ચાર્લ્સ કાઉન્ટી |
2277 |
વીજળીના તાર સાથે અથડાઈ મિસિસિપી નદીમાં ક્રેશ થયું
અમેરિકામાં ફરી એકવાર હેલિકોપ્ટરનો અકસ્માત સર્જાયો છે. ગુરૂવારે અમેરિકાના ઇલિનોઇસમાં મિસિસિપી નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ આ અકસ્માત અંગે માહિતી આપતા કહ્યું કે, અકસ્માતમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને અન્ય કોઈને ઈજા નથી થઈ. અકસ્માત બાદ, નદીને વાણિજ્યિક નેવિગેશન માટે બંધ કરી દેવામાં આવી છે.
અકસ્માત અંગે મળતી વિગતો મુજબ ગુરૂવારે સવારે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈને મિસિસિપી નદીમાં ક્રેશ થયું હતું. અકસ્માત બાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ અમેરિકાના ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા.