15 વર્ષના કિશોરની કાર્ડ ગેમ્સને ટોય કંપનીએ લાખો ડોલરમાં ખરીદી
08, ઓગ્સ્ટ 2025 સીયેટલ   |   2475   |  

 સાત વર્ષનો હતો ત્યારે તેણે ટેકો વર્સિસ બરિટો નામની કાર્ડ ગેમ્સ બનાવી હતી

દુનિયામાં કિસ્મત જોર કરતું હોય તો ગેમમાંથી પણ નસીબ ચમકાવી શકાય છે.અમેરિકાના એલેક્સ બટલરે સાત વર્ષની વયે શોધેલી કાર્ડ ગેમ ટેકો વર્સીસ બરિટોને ટોય કંપની પ્લે મોન્સ્ટરે મોટી રકમ આપી ખરીદી લીધી છે. એમેઝોન પર આ વીસ ડોલરની કિંમતના પંદર લાખ યુનિટ અત્યાર સુધીમાં વેચાયા છે.

એલેક્સ બટલર સાત વર્ષનો હતો ત્યારે જ તેણે દસલાખ ડોલર્સની કમાણી કરી લીધી હતી.તેણે શોધેલી કાર્ડ ગેમ ટેકો વર્સીસ બરિટો ખૂબ લોકપ્રિય બની છે. એલેક્સ બટલરે શોધેલી ગેમને બજારમાં મુકવા માટે તેના પિતા માર્ક બટલર અને માતા લેસ્લી પિયરસને પણ સહાય કરી હતી. આ ગેમના અત્યાર સુધીમાં પંદર લાખ યુનિટ વેચાઇ ચૂક્યા છે.

જો કે, પોતાની આગેમને ભારે સફળતા મળવા છતાં એલેક્સને પોતાની આ ગેમનું કોઇ વળગણ નથી. તેણે જણાવ્યું હતું કે હું કદી કોઇ ચીજનું વળગણ ધરાવતો નથી. એલેક્સની આ ગેમ એમેઝોન પર પણ વેચાઇ રહી છે. ૨૦૧૮ના અંત સુધીમાં એમેઝોન પર આ ગેમનું વેચાણ અગિયાર લાખ ડોલર્સનું થયું હતું.

હાલ એલેક્સે પોતાની આ સફળ ગેમના રાઇટ્સ પ્લે મોન્સ્ટર નામની ટોય કંપનીને વેચી દીધાં છે. પ્લે મોન્સ્ટર કંપનીની સ્પિરોગ્રાફ, ફાર્કલ અને યતિ ઇન માય સ્પેઘેટી પ્રોડકટસ જાણીતી છે. આ સોદાની વધુ વિગતો જારી કરાઇ નથી. પણ આ ગેમ એમેઝોન પર વીસ ડોલર્સની કિંમતે વેચાય છે. એમેઝોને આ ગેમની અત્યાર સુધીમાં પંદર લાખ કોપીઓ વેચી છે. આ ગેમના બે એક્સપાન્સન પેક પણ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution