08, ઓગ્સ્ટ 2025
વોશીંગટન |
2871 |
ટ્રમ્પે કસ્યો સકંજો, 70 કરોડ ડોલરની સંપત્તિ પણ જપ્ત, અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ
અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ માટે ઈનામી રકમને બમણી કરી દીધી છે. હવે માદુરોની ધરપકડ માટે માહિતી આપનારને 50 મિલિયન ડૉલરનું ઈનામ આપવામાં આવશે. આ ઈનામ માદુરો પર નશીલા પદાર્થની તસ્કરી અને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે જોડાણના આરોપોને લઈને જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકન એટર્ની જનરલ પામ બૉન્ડીએ ગુરૂવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરી આ વિશે માહિતી આપી હતી.
બૉન્ડીએ કહ્યું કે, 'માદુરો આતંકવાદી સંગઠન જેમ કે ટ્રેન ડે અરાગુઆ, સિનાલોઆ અને કાર્ટેલ ઑફ ધ સન સાથે મળીને અમેરિકામાં નશીલા પદાર્થ અને હિંસા ફેલાવી રહ્યા છે. તે દુનિયાના સૌથી મોટા ડ્રગ ટ્રાફિકર્સમાંથી એક છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. માદુરો દુનિયાના સૌથી મોટા નાર્કો-તસ્કરોમાંથી એક છે અને તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની ગયો છે.'
ડ્રગ એનફોર્સમેન્ટ એજન્સીએ માદુરો અને તેના સહભાગી સાથે જોડાયેલા 30 ટનથી વધુના કોકીન જપ્ત કર્યા છે, જેમાં આશરે 7 ટન ખુદ માદુરો સાથે જોડાયેલું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ 700 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.