08, ઓગ્સ્ટ 2025
ચંબા |
1881 |
કાર બેકાબુ થતાં ઊંડી ખીણમાંપડી ગઈ હતી
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માત ચુરાહ સબડિવિઝનના ભંજરાડુ-શાહવા-ભડકવાસ રોડ પર થયો હતો, જ્યાં એક કાર બેકાબુ થતાં ઊંડી ખીણમાંપડી ગઈ હતી.
મળતી વિગતો મુજબ કારમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં બે પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે તમામના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. શાહવા નજીક કાર અચાનક બેકાબુ થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્માત અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો.