08, ઓગ્સ્ટ 2025
4950 |
નવી દિલ્હી : મેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફની અસર શરૂ થઈ છે. ઘણી ટોચની અમેરિકન કંપનીઓએ ભારતમાંથી માલ આયાત કરવાનું અચાનક બંધ કરી દીધુ છે. તેની સૌથી વધુ અસર ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર જાેવા મળી છે. એમેઝોન અને વોલમાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓએ ગઈકાલે મોડી રાત્રે ભારતીય ટેક્સટાઈલ કંપનીઓને ફોન કરી હાલ પૂરતો સપ્લાય બંધ કરવા કહ્યું છે. અમેરિકન કંપનીઓ આટલો બધો ટેરિફ ચૂકવવા માટે હાલ તૈયાર ન હોવાથી તેમણે ભારતમાંથી આયાત કામચલાઉ ધોરણે બંધ કરી છે.ભારતની મોટા પાયે નિકાસ કરતી ટેક્સટાઈલ કંપની પર્લ ગ્લોબલે જણાવ્યું કે, એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ વેપાર કરવાનું બંધ કરી દીધુ છે. આજે મધ્યરાત્રિએ અચાનક અમેરિકાથી એમેઝોન વોલમાર્ટ કંપનીઓના ફોન આવ્યા કે, માલનો પુરવઠો હાલ પૂરતો બંધ કરો. કેટલીક કંપનીઓએ ઈમેઈલ દ્વારા પોતાના ર્નિણયની જાણ કરી છે. અમેરિકન ખરીદદારોએ સ્પષ્ટપણે કહ્યુ છે કે, ટેરિફમાં વૃદ્ધિના કારણે વધેલા ખર્ચને હાલ સમાયોજિત કરી શકતા નથી. તેથી તેઓ સપ્લાય લેશે નહીં.ભારતમાંથી ખરીદેલા માલની કિંમત અમેરિકામાં ઘણી વધી જશે. આવી સ્થિતિમાં, તેમના વેચાણની શક્યતા ઓછી થવાની ભીતિ છે. તેથી, કંપનીઓ હાલમાં ભારતીય માલ આયાત કરવાનું ટાળી રહી છે.