બિહારના શ્રમજીવીના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા
07, ઓગ્સ્ટ 2025 જમુઈ   |   3168   |  

ખાતામાં મોટી રકમ હોવાના લીધે ખાતુ ફ્રીઝ થતાં શ્રમિક કુટુંબ મુશ્કેલીમાં મૂકાયું

બિહારના જમુઈમાં કામ કરતાં એક પ્લમ્બરના ખાતામાં અબજોના અબજો રૂપિયા જમા થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જો કે, બેન્કે તેનું ખાતુ સ્થગિત કરી દેતા તે પોતાના પિતાની સારવાર પણ કરાવી શકતો નથી. દેહાડી શ્રમજીવી બેન્ક બેલેન્સની રીતે વિશ્વના સૌથી ધનવાન બની ગયો હતો.

બેન્કની આ ભૂલના કારણે શ્રમિક કુટુંબ ભારે પરેશાન થઈ ગયું છે. બિહારના જમુઈ જિલ્લાના અચહરી ગામમાં રહેતા ટેની માંજીના બેન્ક ખાતામાં આ રકમ જમાં થઈ છે. ટેની માંજી રાજસ્થાનના જયપુરમાં મજૂરી કરે છે. તેના બેન્ક ખાતામાં દેખાતી આ રકમનો સ્ક્રીન શોટ જોઈને લોકો આશ્ચર્મ ચકીત થઈ ગયા છે. પહેલા મુંબઈ અને પછી જયપુરમાં પ્લમ્બરનું કામ કરતાં ટેનીના ખાતામાં દેખાતી જમાં રકમ ગણવી પણ મુશ્કેલ છે. આ રકમ ક્યાંથી આવી તેની કશી ખબર પડી નથી. ટેનીના ખાતાનું બેલેન્સ હાલમાં ૧૦,૦૧,૩૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦,૨૩,૫૬,૦૦,૦૦,૦૦,૨૮,૮૮૪ દેખાડે છે. ટેની મુંબઈમાં કામ કરતો હતો ત્યારે તેણે મુંબઈની મહિન્દ્રા બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું.

તેના ખાતાના બેન્ક બેલેન્સનો સ્ક્રીનશોટ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, પણ આના લીધે આખુ ખાતુ ફ્રીઝ થતાં કુટુંબ પરેશાન થઈ ઉઠયું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution