07, ઓગ્સ્ટ 2025
દેહરાદૂન |
3267 |
અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે, સેના દ્વારા રેસ્કયૂ ઓપરેશન
ઉત્તરાખંડના ધરાલીના શ્રીખંડ પર્વત પરથી આવેલું વિનાશક પૂર સાથે ગ્લેશીયર પીગળીને પડતાં સર્જાયલી દૂર્ધટનામાં નજીકમાં કોઈ રસ્તો કે બજાર બાકી નથી. જ્યાં જુઓ ત્યાં ફક્ત કાટમાળ જોવા મળી રહ્યો છે. દૂર્ધટનાના બીજા દિવસે પણ JCB સહિતની મશીનરી પહોંચી શકતી નથી. સેનાના જવાનો હાથથી મોટા પથ્થરો સહિતના કાટમાળ નીચે લોકોને શોધી રહ્યા છે.
કાટમાળ નીચે 150થી વધુ લોકો દટાયા હોવાની શક્યતાં વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે પૂર આવ્યું ત્યારે ગામના મોટાભાગના સિનિયર સીટીઝન્સ ગામમાંજ આવેલા પૂર્વજોના મંદિરમાં સામૂહિક પૂજામાં ભાગ લઈ રહ્યા હતા. તેઓ બચી ગયા હતા. પરંતુ ગામમાં હાજર મોટાભાગના યુવાનો, વેપારીઓ અને પ્રવાસીઓ પૂરમાં ફસાઈ ગયા હતા.
બચાવ અને રાહત સહિતની સમગ્ર કામગીરી સેના દ્વારા હાથ ઘરવામાં આવી છે. ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગાનારી નજીકનો પુલ પણ ધોવાઈ ગયો છે. સેના એક વેલી પુલ બનાવી રહી છે. તે ગુરુવારે બનાવી શકાય છે. ત્યારબાદ મદદ આવવાનું શરૂ થશે.
ધરાલીના શ્રીખંડ પર્વત પરથી આવેલું પૂર વાદળ ફાટવાને કારણે નહી પરંતુ પર્વતથી 6 હજાર મીટર ઉપર લટકતો ગ્લેશિયર બીગળીને પડતાં આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાય છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે ધરાલીમાં સામાન્ય વરસાદ વરસ્યો હોવાં છતાં વિનાશ સર્જાયો હતો. જેનું મુખ્ય કારણ શ્રીખંડ પર્વત પર લટકતો ગ્લેશિયર હોઈ શકે છે.