07, ઓગ્સ્ટ 2025
ઉધમપુર |
2970 |
12 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સીઆરપીએફની ટ્રક ખીણમાં ખાબકતાં 2 જવાનોના મોત થયા છે. જ્યારે 12 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.
જમ્મૂ- કાશ્મીરના ઉધમપુર જીલ્લાના બસંતગઢમાં કંડવા પાસે સીઆરપીએફનું વાહન દૂર્ધટનાગ્રસ્થ થતાં આ ધટનામાં સીઆરપીએફના બે જવાનોના મોંત નિપજ્યાં છે. જ્યારે 12 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.ઉધમપુરના એડિશનલ એસરપીના જણાવ્યાં મુજબ પોલીસે ધટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૃ કરી છે. તેમજ તમામ ઈજાગ્રસ્તોને નજિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જોકે, સીઆરપીએફના જવાનોનું આ વાહન ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતુ તેની માહિતી હાલ મળી શકી નથી.