હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી
14, ઓગ્સ્ટ 2025 હૈદરાબાદ   |   2673   |  

 ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ

હૈદરાબાદની આઇઆઇટીએ ડ્રાઇવરલેસ બસનું સફળ પરીક્ષણ કર્યુ છે. તેમણે એક એવું સોફ્ટવેર બનાવ્યું છે, જેના આધારે બસ ચાલે છે. તેમા લાગેલા સેન્સર આસપાસની ટેકનિકનું ધ્યાન રાખે છે. આ ડ્રાઇવરલેસ બસનું સફળ પરીક્ષણ થયુ છે.

ડ્રાઈવર લેસ બસના સફળ પરીક્ષણ બાદ હવે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ મોટાપાયા પર થાય તે હવે દૂર નથી. આઇઆઇટી હૈદરાબાદના ટેકનોલોજી ઇનોવેશન હબે ઓટોનોમસ નેવિગેશનથી ચાલતી ડ્રાઇવરલેસ ટેકનોલોજી એઆઇની તાકાતના આધારે વિકસાવી છે. આ સોફટવેરની મદદથી બસ ડ્રાઇવર વગર સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકે છે.આ ટેકનોલોજી હાલમાં હૈદરાબાદ કેમ્પસ સુધી સીમિત હોય, પરંતુ આગામી દિવસોમાં તેના કારણે પરિવહન મોરચે નોંધપાત્ર ફાયદો થઈ શકે છે.

જોકે, હાલમાં તો ડ્રાઇવરલેસ બસને જાહેર રસ્તા પર ચલાવાઈ નથી. અત્યાર સુધીઓ 10 હજાર પ્રવાસીઓ ત્યાં કામ કરી ચૂક્યા છે. આ પ્રકારની બસમાં કેટલાય પ્રકારના સેન્સર લાગેલા છે, જે બસને આસપાસનું વાતાવરણ સમજવામાં મદદ કરે છે. આ સિસ્ટમ ઇલેક્ટ્રિક અને તેજ એન્જિન ચલાવનારી ગાડીઓ બંને માટે કામ કરે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution