14, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
2772 |
મુંબઈના મોટા બિઝનેસમેન ચંડોકની દીકરી બનશે દુલ્હન
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. અર્જુન તેંડુલકરની સગાઈ મુંબઈના મોટા બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી. ઘઈ પરિવાર મુંબઈનો એક મોટો બિઝનેસ પરિવાર છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી ના માલિક છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ખૂબ જ સીમિત રહ્યું કારણ કે આખી ટૂર્નામેન્ટમાં તેમને એકપણ મેચ રમવાનો મોકો ન મળ્યો. મુંબઈ ઈન્ડિયન્સએ મેગા ઓક્શનમાં તેમણે 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર રિટેન કર્યું હતું, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો ન હતો
અર્જુન તેંડુલકરે અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51ની સરેરાશથી 37 વિકેટ ઝડપી છે. જ્યારે 23.13ની એવરેજથી 532 રન બનાવ્યા. ત્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં અર્જુનના નામે 25 વિકેટ (31.2ની સરેરાશ) અને 102 રન (17ની સરેરાશ) નોંધાયા છે.