14, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2673 |
મિત્રોએ પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી
ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સમાં 24 વર્ષીય યુવતી રવિવારે તેના મિત્ર સાથે પાર્ટી કરવા ગઈ હતી. આ દરમિયાન ચારેય મિત્રોએ યુવતીને નશીલી દવા પીવડાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. અનેયુવતીને ઘરની બહાર છોડીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાન નોંધવામાં આવી છે પોલીસે ફરાર ચારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ દિલ્હીના ગુરુગ્રામ સ્થિત એક કંપનીમાં કામ કરતી યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'પાર્ટીમાં દારૂ પીધા પછી ચાર લોકોએ મારા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મને રવિવારે એક મિત્રનો ફોન આવ્યો હતો. તેણે મને સિવિલ લાઇન્સમાં અન્ય એક મિત્રના ઘરે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. મે આ આમંત્રણ સ્વીકાર્યું અને અંડર હિલ રોડ સ્થિત ઘરે પહોંચી હતી. ત્યાં બે પરિચિત મિત્ર અને બે અન્ય યુવકો સાથે મોડી રાત સુધી પાર્ટી કરી અને દારૂ પીધો હતો. આ દરમિયાન મારા પીણામાં કંઈક ભેળવીને આ ચારેય યુવકોએ મારા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું
યુવતીએ એવો આરોપ પણ કર્યો હતો કે, મને માર મારીને આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો. બાદમાં આરોપીઓએ મને ધમકી આપી કે જો પોલીસને આ વિશે કઈપણ કહીશૉ તો તે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરશે. ત્યારબાદ આરોપી મને ઘરની બહાર છોડીને ભાગી ગયો હતો.