સોના પર ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, કોઈ ટેરિફ નહી!
12, ઓગ્સ્ટ 2025 વોશીંગટન   |   2574   |  

વેપારીઓ અને રોકાણકારોને રાહત,ભાવ પર પડશે સીધી અસર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ટેરિફ લાદવા જઈ રહ્યા છે, એવા અનેક નિવેદનો સામે આવ્યા બાદ હવે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે સોના પર કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં.'તેમણે આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી વિશ્વભરના બજારોમાં રાહત જોવા મળી છે, લોકો ટેરિફ લાદવાને કારણે કિંમતોમાં વધારો થાય તેને લઈને ચીંતીંત હતા. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં એવી મૂંઝવણ હતી કે નવો ટેરિફ વધારો સોના પર પણ લાગુ થશે, જે વૈશ્વિક સોનાના વેપારને અસર કરી શકે છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, 'સોના પર કોઈ ટેરિફ લાગશે નહીં.

ગયા અઠવાડિયે અમેરિકાના કસ્ટમ અધિકારીઓએ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 'બે સ્ટાન્ડર્ડ વજનના સોનાના બારને ડ્યુટીના દાયરામાં રાખવા જોઈએ. આ પત્ર પછી સોનાના વેપારીઓ અને રોકાણકારોમાં ચિંતા હતી કે આનાથી આંતરરાષ્ટ્રીય સોનાના બજાર પર અસર પડશે. જોકે, હવે ટ્રમ્પના આ સ્પષ્ટ નિવેદનથી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને સોનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને રાહત મળી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution