12, ઓગ્સ્ટ 2025
પાટણ |
2970 |
ACBએ લાંચ સ્વિકારતા રંગેહાથ ઝડપ્યો
પાટણમાં પગાર બિલ મંજૂર કરી આપવા માટે હોમગાર્ડ દ્વારા બે હજારની લાંચ માંગવામાં આવી હતી. હોમગાર્ડને લાંચ લેતા ACB દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ફરિયાદી પાટણ શહેર હોમગાર્ડ યુનિટ ખાતે હોમગાર્ડની ફરજ બજાવે છે. જ્યારે આરોપી હોમગાર્ડ રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવ યુનિટ ખાતે પગારબિલ તેમજ અન્ય વહીવટી બાબતો અંગેની કામગીરી કરે છે. આરોપીએ ફરિયાદી પાસે હોમગાર્ડ ફરજ અંગેના 12 હજાર રૂપિયાના બિલ બનાવી મંજૂર કરી આપવા માટે બે હજારની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે પાટણ ACBનો સંપર્ક કર્યો હતો. અને ફરિયાદના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે લાંચના નાણાં સ્વીકારી રંગેહાથે પકડાયો હતો.