અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ
12, ઓગ્સ્ટ 2025 મોન્ટાના   |   2673   |  

મુસાફરોએ માંડ પોતાનો જીવ બચાવ્યો
અમેરિકામાં મોન્ટાનાના કાલિસ્પેલ શહેરમાં ચોંકાવનારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તુરંત આગ પર કાબુ મેળવ્યો હતો, વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
કાલિસ્પેલ પોલીસ ચીફ જોર્ડન વેનાન્ઝિયો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ના જણાવ્યા મુજબ વિમાન દક્ષિણથી આવી રહ્યું હતું અને રનવે પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈને અન્ય વિમાન સાથે અથડાતાં જ આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર પાઇલટ અને ત્રણ મુસાફરો દૂર્ધટના બાદ બહાર નીકળવામાં સફળ રહ્યા. બે મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી, જેમની સારવાર એરપોર્ટ પર જ કરવામાં આવી હતી
અકસ્માત પછી કાલિસ્પેલ એરપોર્ટ પર અફરાતફરી મચી હતી, પરંતુ ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો. ઘણા વિમાનોને નુકસાન થયું હતું, જેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution