પ્રખ્યાત ફૂટબોલર રોનાલ્ડોએ જોર્જિનાને પ્રપોઝ કર્યું , સગાઈની તસવીર વાઈરલ
12, ઓગ્સ્ટ 2025 લીસ્બન   |   2871   |  

રોનાલ્ડો અને જોર્જિના 8 વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે, રોનાલ્ડોને 4 બાળકો છે.

પોર્ટુગલના પ્રસીદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની રમતની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. 4 બાળકોના પિતા હોવા છતાં રોનાલ્ડોએ આજ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ હવેક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં તેની પાર્ટનર જોર્જિના રોડ્રિગ્સ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેએ સગાઈ કરી લીધી છે, તેની ગર્લફ્રેન્ડ જોર્જિનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની રીંગની તસવીર શેર કરી છે, જે ખૂબ વાઈરલ થઈ રહી છે.

પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મોડેલ જોર્જિના રોડ્રિગ્સ 8 વર્ષથી સાથે રહે છ. તેમની ડેટિંગ વર્ષ 2016માં શરૂ થઈ હતી. જ્યોર્જિના સાથે રોનાલ્ડોને 4 બાળકો છે. જેમાં વર્ષ 2017માં સરોગસી દ્વારા બે બાળકોનો જન્મ થયો હતો. આ જ વર્ષે, એક બાળકનો પણ જન્મ થયો. વર્ષ 2022માં એક બાળકનો જન્મ થયો, પરંતુ તેની સાથે જન્મેલા તેના ભાઈનું જન્મ પછી તરત જ અવસાન થયું હતું. રોનાલ્ડોનો એક મોટો દીકરો પણ છે, જેની માતા વિશે કોઈ માહિતી નથી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેનો અને રોનાલ્ડોનો હાથ દેખાય છે. જોર્જિનાના હાથમાં એક રીંગ છે, જે સગાઈની છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, હા, મેં કરી લીધી છે.આ ફોટો સાઉદી અરબના રિયાધનો છે, તેણે પોસ્ટની સાથે લોકેશન પણ શેર કર્યું છે. આ પછી યુઝર્સ તેને અભિનંદન આપી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution