RBI એ રજૂ કરી નવી સિસ્ટમ, અમુક જ કલાકોમાં ચેક ક્લિયર થશે
14, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   2871   |  

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરાશે, જાણો કઈ રીતે કામ કરશે?

બેંકમાં ચેક જમા કરાવ્યો હશે તો તેને ક્લિયર થવામાં અનેક વખત 2 દિવસનો સમય લાગે છે. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવશે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા 4 ઓક્ટોબર, 2025થી ચેક ક્લિયરિંગની નવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે, જેમાં તમારો ચેક ગણતરીના કલાકોમાં ક્લિયર થઈ જશે.

રીઝર્વ બેંકે કહ્યું હતુ કે, હાલની ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને હવે બેચ પ્રક્રિયામાંથી હટાવાશે અને તે "Continuous Clearing and Settlement on Realization" સિસ્ટમમાં બદલાઈ જશે. એટલે બેંકમાં ચેક જમા થતાની સાથે જ તેની સ્કેન કરેલી નકલ ત્વરીત ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે અને પછી ચુકવણી કરતી બેંકમાં મોકલવામાં આવશે. ત્યાંથી, બેંકે નિર્ધારિત સમયમાંજ ચેકને મંજૂરી આપવી પડશે કે નકારવી પડશે.

સાથે, બેંકમાં ચેક ક્લિયર થવાનો સમય બે દિવસથી ઘટાડીને માત્ર ગણતરીના કલાકો થઈ જશે. ચેક ક્લિયરિંગ સિસ્ટમને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે.

આ નવી સિસ્ટમ બે તબક્કામાં લાકુ થશે જેમાં પ્રથમ તબક્કામાં 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026 સુધી બેંકે ચેક પ્રાપ્ત કર્યા પછી સાંજે 7 વાગ્યા સુધીમાં પુષ્ટિ આપવી પડશે. જો બેંક પુષ્ટિ નહીં આપે, તો ચેક આપમેળે સ્વીકારાયેલ માનવામાં આવશે. જ્યારે બીજો તબક્કામાં 3 જાન્યુઆરી, 2026થી બેંકે ચેક મળ્યાના માત્ર 3 કલાકની અંદર જ ક્લિયર કરવાનો રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution