કર્ણાટકના શિવમોગામાં ભારતના બીજા સૌથી લાંબા કેબલ-સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન
15, જુલાઈ 2025 શિવમોગા   |   2475   |  

ચિનાબ બ્રિજ બાદ વધુ એક મોટો બ્રિજ ખુલ્લો મુકાયો

કર્ણાટકના શિવમોગામાં દેશના બીજા સૌથી લાંબા સિગંડુર કેબલ-સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના હસ્તે કરવામાં આવ્યું હતુ. દેશમાં ચિનાબ બ્રિજ બાદ વધુ એક મોટો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો. ચેનાબ રેલ બ્રિજ એ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરનો રેલ્વે પુલ છે. તે સ્ટીલ અને કોંક્રીટનો પુલ છે જ્યારે કર્ણાટકનો કેબલ-સ્ટેડ બ્રિજ શરાવતી નદી પર બનેલો છે. શિવમોગાના સાંસદ બીવાય રાઘવેન્દ્ર દ્વારા કેબલ-સ્ટેડ બ્રિજના ઉદ્ઘાટન સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. 2/7

સિગંડુર કેબલ-સ્ટેડ બ્રિજનું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતુ. 472 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આ બ્રિજના કારણે સાગરા અને સિગંડુરની આસપાસના ગામો વચ્ચેનું અંતર ઘટશે.મળતી વિગતો મુજબ કેબલ-સ્ટેડ ડિઝાઇનમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ મજબૂત બાંધકામનો નિર્દેશ કરે છે, આ બ્રિજનું મજબૂત બાંધકામ એક સદીથી વધુ સમય સુધી ચાલશે તેવું કહેવાય છે. સિંગાદુર બ્રિજ ફક્ત કર્ણાટકની ઓળખ નહી બની રહે પરંતુ સમગ્ર વૈશ્વિક સ્તરે પણ એન્જિનિયરિંગ સ્તરે પણ અજાયબી બની રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution