વડોદરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો
15, જુલાઈ 2025 જૂનાગઢ   |   2871   |  

માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના

8 થી વધું લોકો 15 ફૂટ ઉંચેથી નદીમાં ખાબક્યા : તમામનો આબાદ બચાવ

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને હજુ તો ગણતરીના દિવસો થયા છે ત્યાં હવે જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા. આ ધટનામાં 8 લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.

આ મામલે ધારાસભ્યનું દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા.

બ્રિજના રીપેરીંગની કામગીરી દરમિયાન અચાનક બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં 8 થી વધુ લોકો 15 ફૂટ ઉંચેથી નદીમાં ખાબક્યાં હતા. જોકે, તમામનો બચાવ થયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution