15, જુલાઈ 2025
પટણા |
2376 |
વિધાનસભા ચૂંટણી પહેલા યાદીના પુન: નિરીક્ષણ અભિયાન શરૃ છે
બિહારમાં વિધાનસા ચૂંટણી પહેલાં મતદારોની યાદીના પુનઃનિરીક્ષણ પ્રક્રિયાનું અભિયાન શરૂ છે. અત્યાર સુધીની પ્રક્રિયા હેઠળ 35 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાનું નક્કી છે. તેમાં એવા લોકો સામેલ છે, જે કાં તો મૃત્યુ પામ્યા છે, સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા છે અથવા જેનું નામ એકથી વધુ જગ્યાએ છે. ચૂંટણી પંચે સોમવારે (જણાવ્યું કે, બિહારમાં મતદારોની યાદીના પુનઃનિરીક્ષણ દરમિયાન અત્યાર સુધીમાં 83.66 ટકા ફોર્મ મળ્યા છે.
ચૂંટણી પંચ અનુસાર, અત્યાર સુધીના આંકડાથી જાણ થાય છે કે, 1.59 ટકા મતદારો મૃત્યુ પામ્યા છે. જોકે, 2.2 ટકા મતદારો સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ચુક્યા છે. આ સિવાય 0.73 ટકા મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા છે. આ આંકડાના આધારે કુલ 35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ સંખ્યા ફાઈનલ નથી આગામી દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં કુલ 7,89,69,844 મતદારોમાંથી અત્યાર સુધીમાં 6,60,67,208 મતદારોના ફોર્મ મળ્યા છે. હવે ફક્ત 11.82 ટકા મતદાર બાકી છે, જેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરવાની છે. ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખને હજુ 11 દિવસ બાકી છે અને ફક્ત 11.82 ટકા મતદારોની ગણતરીના ફોર્મ જ જમા કરાવવાના બાકી છે. તેમાંથી ઘણઆએ આવનારા દિવસોમાં દસ્તાવેજો સાથે ફોર્મ ભરવા માટેનો સમય માંગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલા ઈસીઆઈ-નેટ પ્લેટફોર્મ પર સોમવાર સાંજે 6 વાગ્યા સુધી 5.74 કરોડ ફોર્મ અપલોડ થઈ ચુક્યા છે.