ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ
15, જુલાઈ 2025 ગાંધીનગર   |   3069   |  

આજે મહિસાગર, સાબરકાંઠા સહિત ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધ્યો છે. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ડેડીયાપાડામાં 2.7 ઈંચ, ઉમરપાડામાં 2.2 ઈંચ, કપરાડામાં 2.40 ઈંચ, ખેડબ્રહ્મામાં 2.2 ઈંચ, જાંબુઘોડામાં 1.77 ઈંચ, વઘઈમાં 1.77 ઈંચ અને વાલિયામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, જે મંગળવારે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓ યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 16મીથી 18મી જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution