14, જુલાઈ 2025
વડોદરા |
3366 |
શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત
શહેરમાં ભુવાઓ પડવાનો સીલસીલો ચાલું રહ્યો છે. ત્યારે શહેરના કારેલીબાગ પાણીની ટાંકીથી તુલસીવાડી બ્રિજ તરફ જતા રોડ ઉપર ભુવો પડતાં પાલિકા તંત્ર દ્વારા હાલ બેરીકેટીંગ કરીને સંતોશ માન્યો છે. આ રોડ ઉપર તાજેતરમાંજ પાણીની નવી લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર સહિતની વિવિધ કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ કરવામાં નહી આવતાં કે પછી વિવિધ સર્વિસ લાઈનોમાં લિકેજ થવાના કારણે ભુવાઓ પડે છે. હવે શહેરનો એકપણ વિસ્તાર એવો નહી હોંય કે જ્યાં ભુવા પડ્યાં ન હોય.ત્યારે આજે કારેલીબાગ પાણીની ટાંકીથી શાક માર્કેટ થઈ તુલસીવાડી બ્રિજ તરફ જતાં રોડ ઉપર મસમોટો ભુવો પડતાં પાલિકા તંત્ર દ્વારા બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. જોકે, ભુવો કયાં કારણોસર પડ્યો તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ ભુવા કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસા પૂર્વે પણ અનેક વિસ્તારોમાં ભુવા પડ્યાં હતા. ત્યારે ચોમાસાની ઋતુમાં પણ ભુવાઓ પડવાનો સીલસીલો ચાલુંજ રહ્યો છે. પાલિકા દ્વારા આ ભુવાઓ પુરવા તેમજ રીપેરીંગની પાછળ કરોડોનો ખર્ચ કરે છે.