14, જુલાઈ 2025
લંડન |
3069 |
148 વર્ષમાં પહેલીવાર ઈટાલિયન ખેલાડી ચેમ્પિયન બન્યો
વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો.
સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કર્યો હતો.
બંને વચ્ચેની ફાઈનલ મેચ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયો હતો.બન્ને યુવા ખેલાડીઓ ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો. ત્યારબાદના ત્રણ સેટ જેનિક સિનરે જીતીને ઈતિહાસ રચ્યો હતો.