અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની 'સ્ટ્રાઈક
14, જુલાઈ 2025 વોશિંગટન   |   3366   |  

 આતંકી નેટવર્કના 8 આરોપી ઝડપાયા, હથિયાર જપ્ત

અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને ખાલિસ્તાની આતંકી નેટવર્ક સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના મુખ્ય સદસ્ય અને ભારતમાં વોન્ટેડ પવિત્તર સિંહ બટાલાનો સમાવેશ થાય છે. સાન જોક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસે 'X' પર એક પોસ્ટમાં ધરપકડ કરાયેલા લોકોના નામ જાહેર કર્યા હતા,

FBIએ આ આતંકીઓ સામે તપાસ અને દરોડા કાર્યવાહી કરી રહી હતી, ત્યારે મોટી માત્રામાં હથિયારો અને રોકડ રકમ પણ જપ્ત કરી હતી. FBI અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'આ આતંકી સંગઠન સામે અનેક ગંભીર ગુનાહિત આરોપો નોંધાયા છે, જેમાં અપહરણ, ટોર્ચર, ગેરકાયદે અટકાયત, કાવતરું, સાક્ષીઓને ડરાવવા અને સેમી ઓટોમેટિક હથિયારોથી હુમલો કરવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA એ જૂન 2025માં પવિત્તર સિંહ બટાલા તેમજ જતિન્દર જોતી અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના જાહેર કરાયેલા આતંકી લખબીર લાંડાના નામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે અનેક એજન્સીઓ દ્વારા તપાસ બાદ આ આતંકીઓની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ ટીમોએ આ આતંકીઓને પકડવા માટે કાર્યવાહી કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution