15, જુલાઈ 2025
મુંબઈ |
2277 |
મુંબઈમાં પહેલા શો-રૃમનો પ્રારંભ
એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિમી સુધી ચાલશે, કિંમત 60 લાખથી શરૂ
ટેસ્લાનો પહેલો શો-રૂમ આજે મુંબઈમાં ખૂલ્યો છે. આ પ્રસંગે, કંપનીએ કોમ્પેક્ટ ક્રોસઓવર ઇલેક્ટ્રિક SUV મોડેલ Y લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ ઇલેક્ટ્રિક કાર બે વેરિઅન્ટમાં આવે છે - લોંગ રેન્જ ઓલ વ્હીલ ડ્રાઇવ અને લોંગ રેન્જ રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD). યુએસ માર્કેટમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત $46,630થી શરૂ થાય છે. ભારતમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 59,89,000 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ગ્રાહકો 15 જુલાઈથી તેમની કારનો ઓર્ડર આપી શકશે. ડિલિવરી ઓગસ્ટથી શરૂ થઈ શકે છે. બ્લૂમબર્ગ અનુસાર, પ્રથમ તબક્કા માટે શાંઘાઈ ફેક્ટરીમાંથી 5 મોડેલ Y કાર આયાત કરવામાં આવી છે.
ટેસ્લા શરૂઆતમાં ભારતમાં મોડેલ 3 અને મોડેલ Y જેવી કાર વેચી શકે છે. આ બંને મોડેલ કંપનીના લોકપ્રિય અને સસ્તા વિકલ્પો છે. જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ભવિષ્યમાં મોડેલ S અથવા સાયબરટ્રક જેવા અન્ય મોડેલ પણ લાવી શકાય છે.
ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈમાં ખુલ્યાં બાદ હવે આ પછી, બીજો શોરૂમ ટૂંક સમયમાં દિલ્હીમાં ખુલવાની શક્યતા છે.