વિસાવદરથી પેટાચૂંટણી જીતેલા આપના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના લીધા શપથ
16, જુલાઈ 2025 ગાંધીનગર   |   2574   |  

કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, કડી બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા

તા. 19 જૂને ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. જેમાંથી ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે ઈટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા.

કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.

15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ લેશે. ચૂંટાયા તે દિવસથી લઈને આજે 22માં દિવસે ગોપાલ ઈટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પદ- ગોપનિતા, દાયિત્વ અંગેના શપથ લેવડાવ્યા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution