દિલ્હીના જગતપુરીમાં આગ, 2 લોકોના મોત:બે ઘાયલ
16, જુલાઈ 2025 નવી દિલ્હી   |   2673   |  

 6 લોકોને બચાવી લેવામાં આવ્યા, ઘરમાં પાવર બેંકની ફેક્ટરી હતી?

મંગળવારે મોડી રાત્રે દિલ્હીના જગતપુરી વિસ્તારના ઓલ્ડ ગોવિંદપુરા સ્થિત એક ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બે ઘાયલ થયા છે. કુલ 10 લોકો ફસાયા હતા, જેમાંથી 6 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડને રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. ઘરમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 4 લોકો ઘાયલ થયા હતા, જેમને ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ડોક્ટરોએ 2 લોકોને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોની ઓળખ તનવીર અને નુસરત તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ ફૈઝલ અને આસિફ તરીકે થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. એક પાડોશીએ સમાચાર માધ્યમને જણાવ્યું કે ઘરમાં પાવર બેંક બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

યુવકે કહ્યું, 'હું મારા ઘરમાં બેઠો હતો. અચાનક અમને કંઈક ફાટવાનો અવાજ સંભળાયો. મેં દરવાજો ખોલતાની સાથે જ આગની જ્વાળાઓ અમારા ઘર તરફ આવવા લાગી. અમે છત પર દોડી ગયા અને અમારો જીવ બચાવ્યો.'

જોકે, પોલીસે જણાવ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શરૂઆતની તપાસમાં શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ ખામી હોવાની શંકા છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution