16, જુલાઈ 2025
જેરૃસલેમ |
3366 |
નવી એર ડિફેન્સ સિસ્ટમ બનાવી
ઇઝરાયલે તેની નવી હાયપરસોનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, એરો 4 વિકસાવવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમ કોઈપણ હાયપરસોનિક મિસાઈલને રોકવા તેમજ નષ્ટ કરવામાં સક્ષમ છે. ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના CEO બોઆઝ લેવીએ જણાવ્યું કે, 'Arrow 4 ટૂંક સમયમાં કાર્યરત થશે અને ઇઝરાયલના એર ડિફેન્સનો ભાગ બનશે. આ સિસ્ટમ ખાસ કરીને આજે સૌથી મોટા ખતરા સમાન હાયપરસોનિક મિસાઈલોનો સામનો કરવા માટે બનાવવામાં આવી છે.'
હાયપરસોનિક મિસાઈલોમાં ચીનની DF-ZF અને રશિયાની અવાંગાર્ડ, ધ્વનિની ગતિ કરતાં પાંચ ગણી થી પણ વધુ ઝડપે ગતિ કરે છે. આ મિસાઈલો હવામાં દિશા બદલી શકે છે અને નીચી ઉડાન ભરે છે, જેના કારણે પરંપરાગત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેમને ટ્રેક કરવી મુશ્કેલ બની જાય છે. પરંપરાગત બેલિસ્ટિક મિસાઈલો એક સીધા માર્ગે ગતિ કરે છે, પરંતુ હાયપરસોનિક મિસાઈલોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશોની વધતી ટેકનોલોજીને કારણે આ ખતરો વધુ ગંભીર બન્યો છે.
અગાઉની સિસ્ટમ્સ અમેરિકાની પેટ્રિઅટ PAC-3, થાડ અને રશિયાની S-400, હાયપરસોનિક મિસાઈલોને ટ્રેક કરવા અને નષ્ટ કરવામાં સક્ષમ નથી. તેમની ધીમી પ્રતિક્રિયા અને જૂના સોફ્ટવેર આનું મુખ્ય કારણ છે. હાયપરસોનિક મિસાઈલો એટલી ઝડપી હોય છે કે તે માત્ર અમુક સેકન્ડમાં જ હુમલાનો જવાબ આપી શકે છે. તેમજ તેનાથી રડાર અને ઇન્ટરસેપ્ટર્સ નિષ્ફળ જાય છે.
ઈઝરાયલની Arrow 4 એ તેમની Arrow મિસાઇલ ડિફેન્સ સિરીઝનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિસ્ટમ હાલની Arrow 2 અને Arrow 3 પ્રણાલીઓને પૂરક બનશે અને ભવિષ્યમાં તેમનું સ્થાન પણ લઈ શકે છે.