ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ
16, જુલાઈ 2025 જલંધર   |   2475   |  

કાર વડે ટક્કર માર્યા બાદ ગામે ગામ નાસતો રહ્યો

114 વર્ષીય મેરેથોન રનર ફૌજા સિંહ હિટ એન્ડ રનનો મામલો દેહાત પોલીસે 30 કલાકની અંદર ઉકેલ્યો છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે 30 વર્ષીય એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોનની ધરપકડ કરી છે. તેમજ તેની ફોર્ચ્યુનર ગાડી પણ જપ્ત કરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમૃતપાલની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે, તે ફોન વેચી મુકેરિયાથી પરત ફરી રહ્યો હતો, ત્યારે વ્યાસ પિંડ નજીક એક વરિષ્ઠને ગાડીની અડફેટે લીધો હતો. તેને જાણ ન હતી કે, વરિષ્ઠ વ્યક્તિ ફૌજા સિંહ છે. મોડી રાત્રે મીડિયામાં સમાચારમાં તેને જાણ થી હતી.

આરોપી અમૃતપાલ સિંહ ઢિલ્લોન જલંધરના કરતારપુરના દાસુપુર ગામનો રહેવાસી છે. અકસ્માત બાદ તે જલંધર ગયો ન હતો. પરંતુ ગામડાંઓમાંથી થઈ સીધો કરતારપુર પહોંચ્યો હતો. પોલીસે તેની કરતારપુર સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.

એસએસપી હરવિન્દરસિંહ વિર્કના નિર્દેશ પર બનાવવામાં આવેલી પોલીસ ટીમે સંદિગ્ધ ગાડીઓની યાદી તૈયાર કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ ગાડી કપૂરથલાના અઠૌલી ગામના વરિન્દર સિંહના નામે રજિસ્ટર્ડ હતી. વરિન્દર સિંહે જણાવ્યુ કે, તેણે આ ગાડી એનઆરઆઈ અમૃતપાલ સિંહને વેચી હતી. અમૃતપાલ હાલમાં જ કેનેડાથી પરત ફર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution