સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઈડર પંથક જળબંબાકાર થયો
22, જુન 2025 3168   |  

ઈડર, હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જીલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેને પગલે સાબરકાંઠા જિલ્લામાં શનિવારની રાત્રે જાેરદાર વરસાદ ખાબક્યો હતો અને વડાલી, ખેડબ્રહ્મા,ઈડર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જેમાં વડાલીમાં ૧૨ ઈંચ,ખેડબ્રહ્મામાં ૧૦ ઈંચ તેમજ ઈડરમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ ઈડરની ગૌવાવ તેમજ ભેંસકા અને ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન પ્રથમ વાર ગૌવાવ અને હરણાવ નદી બે કાંઠે જાેવા મળી છે જીલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવેતો વિજયનગર ૨.૯૫ ઈંચ, તલોદ ૨.૬૦ ઈંચ અને પ્રાંતિજ ૧.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે.

પ્રથમ વરસાદમાં જ ઈડરની ગૌવાવ નદી બે કાંઠે વહેતી થઈ

ઈડર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલી ગૌવાવ નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ઘોડાપુર આવ્યું હતું જેને લઈનર ગૌવાવ નદી બે કાંઠે જાેવા મળી હતી ચોમાસાના પ્રથમ વરસાદે જ ગૌવાવ નદીમાં પાણીનો ધસમતો પ્રવાહ વહેતો જાેઈ આસપાસના ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ઈડર-ભિલોડા હાઈવે પર કાનપુર રેવાસ વચ્ચે ડાયવર્ઝન ધોવાયો

ઈડર તેમજ વડાલીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઈડરની ભેંસકા નદીમાં નવા નીર આવતા ઈડર-ભિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા કાનપુર અને રેવાસ વચ્ચે ભેંસકા નદી પર નવીન બ્રિજનું કામ ચાલુ છે જેને લઈને વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને પગલે ભેંસકા નદીમાં નવા નીર આવતા જ ડાયવર્ઝન ધોવાયું હતું જેને પગલે ઈડર,ભિલોડા,શામળાજી અવરજવર કરતો વાહનવ્યવહાર અટક્યો હતો જેથી વાહનચાલકોને આસપાસના ગ્રામ્ય માર્ગોનો સહારો લેવો પડ્યો હતો જ્યારે વાહનચાલકો ને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હાઈવેનું કામ કરતી એજન્સી દ્વારા ડાયવર્ઝન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ઈડરના નંદાનગર પાસે અન્ડર પાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો

ઈડરથી વિજયનગર તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા નંદાનગર પાટિયા પાસે રેલવે અંડર બ્રિજનું કામ ચાલુ છે ત્યારે રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે આ અંડર પાસ ભરાઈ ગયો હતો અને ઈડર-વિજયનગર નો વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી ત્યારે રેલવેની કામગીરી કરતી એજન્સી દ્વારા તાત્કાલિક અંડર પાસમાંથી પાણી કાઢવાની કામગીરી આરંભી હતી અને વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે અત્યારે ઈડર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈનનું કામગીરી ચાલુ છે.

ઈડરના કડિયાદરા ગામમાં વરસાદી પાણી ભરાયા

જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ભારે વરસાદીથી કડિયાદરા ગામમાં નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશકરલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

જિલ્લાના કયા જળાશયમાં પાણીની કેટલી આવક નોંધાઈ?

જિલ્લાના જળાશયોની વાત કરવામાં આવેતો ભારે વરસાદને લીધે નદી નાળા છલકાયા છે ત્યારે જેને પગલે જળાશયોમાં સારી આવક થઈ છે જેમાં ગુહાઈ જળાશયમાં ૧૬૭૫ ક્યુસેક, હાથમતી જળાશયમાં ૧૦૦૦ ક્યુસેક, હરણાવ જળાશયમાં ૨૫૦ ક્યુસેક, વૈડી જળાશયમાં ૬૦ ક્યુસેક અને ખેડવા જળાશયમાં ૬૫૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે

ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ, વડાલીમાં ૧૨ ઈંચ વરસાદ, હરણાવ નદી બે કાંઠે

ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વડાલીમાં આભ ફાટ્યું હોય તેમ ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં પણ ૧૦ ઈંચ વરસાદ પડતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ પેદા થઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જાેકે શરૂઆતના દિવસોમાં વરસાદનું જાેર ઓછું રહેશે. એ બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ આગામી ત્રણ કલાક એટલે કે ૧૦ વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.૨૨ જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સાંજે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ વડાલીમાં બાર ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ઉપરવાસ રાજસ્થાનમાં તથા વિજયનગર વરસાદ તથા ખેડબ્રહ્મા શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતા લોકો જાેવા ઉમટી પડ્યા હતા સાંજના છ વાગ્યાથી આખી રાત મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો જેથી માર્ગો પર પાણી ભરાતા સહકારી જીન તરફ રેલવે નો નવો અંડરબ્રીજ બનતા મેઘ દર્શન સોસાયટી હરજીપુરા સિગ્નલ કંપા તેમજ આજુબાજુના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા વાહન ચાલકો પરેશાન થયાં હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજ વ્યવહાર પણધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.માર્ગો પર પાણી ભરાતા લક્ષ્મીપુરા ચાર રસ્તા સરદાર ચોક વાસણા રોડ વાહન ચાલકો પરેશાન થયાં હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજ વ્યવહાર પણ ખોરવાયો હતો. અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી હતી. માત્ર ૨ કલાકમાં જ ૫ ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જાેવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ૧૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ૧૩ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા પાટણ મહેસાણા સહિત વિવિધ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની ૧૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરેલ છે રથયાત્રાના દિવસે પણ ભારે વરસાદ પડવાની વકી છે સહકારી જીન તરફ જતા પાણી ભરાતા આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર એ રાત્રે ખૂબ જ જહેમત ઉઠાવી રેલવે તંત્ર નગરપાલિકા ચૂંટાયેલા પદાધિકારીઓ અધિકારી કર્મચારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાત્રિના સમયે તાબડતોબ કામ કરતા જેસીબી દ્વારા પાણી રોકાતા ખુલ્લું કરતા લોકોના ઘરમાં પાણી જતા અટક્યું હતું અને બીજા દિવસે બપોરે અંડરબ્રીજ માં પાણી ઓસરતા વાહન વ્યવહાર ચાલુ થયેલ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે પહેલા જ વરસાદેખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે પુર આવતા પોલીસ તંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય કોઝવે પુલ ઉપર પીઆઇ ડી આર પઢેરિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

હરણાવ ડેમના કારણે આટલા ગામોને અસર થઈ

વિજયનગરના વણધોલ, સરસવ, રાજપુર કંથારીયા, ચંદવાસા, કૈલાવા ખોખરા હેઠવામાં આવેલ બંધાણા, અભાપુર,મતાલી, વિરપુર, આતરસુંબા, અંદ્વોખા(આશ્રમ), ખેડાસણ, લાદીવાડા, આંત્રી અને પરોસડા તેમજ ખેડબ્રહ્માના નાકા, કલોલ,શીલવાડ, સાગર કંપા, વાધાકંપા, તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તાર. ના લોકોને સતર્ક રહેવા વહીવટીતંત્ર તરફથી જાણ કરવામાં આવી છે

વડગામના અંધારીયા પાસેથી પસાર થતી અર્જુની નદી બંને કાંઠે વહેતી થઇ

વડગામ વડગામ તાલુકાના અંધારીયા ગામ પાસે થી પસાર થતી અર્જુની નદી બંને કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી હાઇવે પર આવેલા અંધારીયા ગામ પાસેથી પસાર થતી અર્જુની નદી બંને કાંઠે વહેતી થઇ હતી.વર્ષોથી સુકીભઠ અર્જુની નદી માં નવા નીર આવતા લોકોમાં આનંદ છવાયો હતો.અંધારીયા ગામલોકો દ્વારા નદીમાં નીર આવતા નદીને વધાવી હતી.અર્જુની નદીમાં પાણી આવતાં વડગામ તાલુકાના મોકેશ્વર ખાતે આવેલા ડેમમાં પણ પાણી ની આવક થશે તેવી લોકોમાં આશા બંધાઈ છે.

સાબરકાંઠા-અરવલ્લીમાં સાવર્ત્રિક વરસાદ મોડાસા-મેઘરજમાં ૪-૪ ઇંચ ખાબક્યો

મોડાસા છેલ્લા ૩ દિવસથી ઉત્તર ગુજરાતમાં નબળો પડેલો વરસાદ શનિવાર બપોરે ૧૨ વાગ્યા બાદ ફરી સક્રિય થયો હતો. ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર બનેલું અપરે એર સાયક્લોનના કારણે બપોરે ૧૨ થી સાંજે ૬ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકમાં ૨૦ તાલુકાને વરસાદે આવરી લીધા હતા. છેલ્લા ૩ દિવસથી ઉત્તર ગુજરાતમાં નબળો પડેલો વરસાદ શનિવાર બપોરે ૧૨ વાગ્યા બાદ ફરી સક્રિય થયો હતો. ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર બનેલું અપરે એર સાયક્લોનના કારણે બપોરે ૧૨ થી સાંજે ૬ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકમાં ૨૦ તાલુકાને વરસાદે આવરી લીધા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વચ્ચે ૨૦ તાલુકામાં ૪ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસા અને મેઘરજમાં ૪-૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જાે કે, એક માત્ર પાટણ જિલ્લો નોંધણી લયક વરસાદથી બાકી રહ્યો હતો. દિવસભરના વરસાદી માહોલના કારણે દિવસના તાપમાનમાં પોણા ૨ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. વરસાદનો આ રાઉન્ડ ૨૭ જૂન સુધી સક્રિય રહી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૭ જૂન સુધી ઉત્તરગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ સક્રિય રહી શકે છે. રવિવારે ઉત્તરગુજરાતમાં વરસાદની શક્યતા ૭૫% થી વધુની છે. આ દરમિયાન ૨.૫મીથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જાે કે, બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ૮ ઇંચ સુધીનાઅતિભારે વરસાદની શક્યતા છે.

વડગામના જલોતરામાં ૪ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ

વડગામ વડગામ તાલુકાના જલોતરામા ૪ કલાક માં પોણા સાત ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન ખાતાની ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી.જેમા શનિવાર ના રાત્રીના સમયે જલોતરા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.૪ કલાક માં પોણા ચાર ઈંચ વરસાદ ખાબકતાં સુકીભઠ ઉમરદશી નદી બંને કાંઠે વહેતી થઇ હતી.જલોતરા પાસે આવેલું કરમાવાદ તળાવમાં પાણી ભરાયાં હતાં.ઉપરવાસ માં પણ ભારે વરસાદ થતાં અરવલ્લીની ગીરીમાળા માં પણ પાણી ધોધ વહેતા થયા હતાં.

ભિલોડાની ઇન્દ્રાશી, હાથમતી અને બુઢેલી નદીઓ બે કાંઠે વહેતી થઈ

મોડાસા અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સીઝન દરમિયાન છેલ્લા બે દિવસથી સતત વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર અને ઇડર પંથકમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે ભિલોડાની ત્રણેય મુખ્ય નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. ભિલોડાના લીલછા પાસે આવેલી ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેવા લાગી છે. હાથમતી અને બુઢેલી નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે. આ સીઝનમાં પ્રથમ વખત નદીઓમાં પાણી આવ્યું છે. નદીઓમાં પાણીની આવકથી કિનારા આસપાસના ગામોના બોર-કૂવા રિચાર્જ થશે. પાણીનો આવરો જળવાઈ રહેશે તેવી આશા છે. વરસાદને પગલે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

ભારે વરસાદને પગલે મોડાસા-સાયરાનો વૈકલ્પિક માર્ગ ધોવાઈ ગયો

મોડાસા અરવલ્લી જિલ્લામાં શનિવારના રોજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાડી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જાેવા મળી રહી છે, તો રોડ પણ ધવાઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મોડાસા સાયરા માર્ગ પર પાણીના નિકાલ માટે ગરનાળાનું કામ ચાલુ થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જાેકે ડાયવર્ઝનનો રસ્તો પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. અહીં ડાયવર્ઝનનું કામ પણ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યા હોવાની રાવ ઉઠવા પામી છે, જેને લઇને હવે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે. ચોમાસાના સમયમાં આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે પૂર્ણ ક્યારે થશે, તે યક્ષ પ્રશ્ન છે.પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા થી સાયરા જવાનો એકમાત્ર મુખ્યમાર્ગ છે, જેનો ઉપોયગ સાયરા, મોરા તેમજ વણિયાદ અને આગળ રેલ્લાવાડા જવા માટે વાહન ચાલકો કરતા હોય છે. અહીં ચેકડેમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લઇને વાહનચાલકોને હાલાકીઓ ન પડે, તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું,જાેકે ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી આવતા, ડાયવર્ઝનનો રસ્તો પણ ધોવાઈ ગયો છે, જેને લઇને સ્થાનિક લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રજા અને ચૂંટણીને કારણે હવે પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ક્યારે આવશે, તે સવાલ છે. અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધોવાયેલા રસ્તાનું સમારકામ સત્વરે થાય, તેવી માંગ ઉઠવા પામી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution