22, જુન 2025
2574 |
નડિયાદ, ગળતેશ્વર તાલુકામાં દિવસ રાત મહિસાગર નદી માંથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા હવે દિવસ અને રાત્રી દરમિયાન નદીના પટમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાતે ગળતેશ્વર મહાદેવ મંદિર પાછળ ખોદકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો કરી ૫૦ લાખનું હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જમીનની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર દરોડા કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગળતેશ્વર માં ખાણ ખનીજ વિભાગ દ્વારા શુક્રવારે મોડી રાત્રે દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં તાહિર અને કાસીમ બકતર નામના લોકો દ્વારા ગળતેશ્વર મહાદેવ મંદિર પાછળ થી પસાર થતી મહિસાગર નદીમાં બ્લેક ટ્રેપનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો કરીને ૫૦ લાખનું હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું હતું. આ સાથે નદીના પટમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવેલ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. આ દરોડામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે જમીનની માપણી કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.